રાજુલાઃ મધર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આયુષ્ય કાર્ડમાં સોનોગ્રાફીની સુવિધા શરૂ
Live TV
-
રાજુલાના દ્વારકેશ કોમ્પલેક્ષમાં આવેલ મધર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આયુષ્ય કાર્ડમાં સોનોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવતા આસપાસના ગામમાં રહેતા લાભાર્થીઓમાં આનંદની લાગણી છવાઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલ રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારની એક માત્ર ફ્રી સારવાર આપતી હોસ્પિટલ છે જ્યાં તમામ પ્રકારના ઓપરેશન સરકાર દ્વારા આપવામાં આવેલ આયુષ્યમાન કાર્ડ, અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મફતમાં કરી આપવામાં આવે છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે ડો કેશવ કાતરિયાએ જનતાને અનુરોધ કર્યો હતો.