અરવલ્લી જિલ્લામાં ૨૬,000 કરતા વધારે વૃદ્ધ વ્યક્તિઓને કોરોના વેક્સિનેશનમાં આવરી લેવાયા
Live TV
-
અરવલ્લી જિલ્લામાં ૨૬ હજાર કરતા વધારે વૃદ્ધ વ્યક્તિઓને કોરોના વેક્સિનેશનમાં આવરી લેવામાં આવ્યા છે. જિલ્લાના વિવિધ વેક્સિનેશન સેન્ટર ખાતે કૉરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ ભિલોડા ખાતે કોટેજ હોસ્પિટલમાં કૉરોના વેક્સિનનેશનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. આ વેક્સિનેશન કામગીરીમાં 45 થી 59 વર્ષના 2993 લોકોને વેક્સિન અપાઇ છે. આ સાથે જ 7444 જેટલા હેલ્થ કેર વર્કર્સને પ્રથમ ડોઝ જ્યારે 5736 હેલ્થકેર વર્કરને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. જિલ્લાના 5478 જેટલા ફ્રંટ લાઈન વર્કર્સને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કૉરોના વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.