12 વર્ષની તુલસી માટે સ્કૂલ સ્વાસ્થય યોજના આશિર્વાદરૂપ બની
Live TV
-
આરોગ્ય ક્ષેત્રે સરકારની સ્કૂલ સ્વાસ્થય અને મા કાર્ડ જેવી અનેક યોજનાઓ જરૂરિયાત મંદોને મોટી રાહત રૂપ નીવડી રહી છે. ત્યારે અમદાવાદના માંડલ તાલુકામાં રહેતા એક પરિવારની અને કિડનીની તકલીફથી પીડાતી દિકરી માટે સરકારની સ્કૂલ સ્વાસ્થ્ય યોજના એ ખરા અર્થમાં આશીર્વાદ રૂપ બની છે.
માંડલ તાલુકામાં રહેતા અને ખેતમજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અમૃતભાઇ ઠાકોરની 12 વર્ષની પૌત્રી ૪ મહિના અગાઉ કિડનીની તકલીફથી પીડાતી હતી. એવામાં તુલસીની સારવાર માટે ડાયાલિસીસ જેવી અત્યંત ખર્ચાળ પ્રક્રિયા ખૂબ જ પડકારજનક બની હતી.
જો કે તુલસીની સ્કૂલમાંથી સ્વાસ્થ્ય યોજના વિશે જાણ થતાં અને તે યોજના અંતર્ગત અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલમાં વિનામૂલ્યે ડાયાલિસીસ શક્ય બનતા પરિવારે મોટી આર્થિક રાહત અનુભવી છે. તે બદલ પરિવારે હોસ્પિટલ તંત્ર અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
અન્ય એક અમદાવાદમાં રહેતા 54 વર્ષીય દર્દી ચેતનભાઇ સોઢા પણ કિડનીની ગંભીર સમસ્યાથી પીડાતા હતાં., જો કે,મા કાર્ડ યોજના થકી અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં તેમનું વિનામૂલ્યે ડાયાલિસીસ થતાં તેઓ આર્થિક રીતે ચિંતામુક્ત બન્યાં છે.