Skip to main content
Settings Settings for Dark

DoctorsDay2020 : આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામક ડૉ.સતીશ મકવાણાએ લીંબડી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

Live TV

X
  • ડોક્ટર દિવસ પર હોસ્પિટલના સ્ટાફ સાથે કરી ચર્ચા, કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં રહિશો સાથે આરોગ્ય તપાસણી બાબતે પૂછપરછ કરી

    કોઈ પણ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દરેક દર્દી માટે ડોક્ટર ભગવાન સમાન હોય છે કારણ કે ડોક્ટર દર્દીને રોગમાંથી મુક્તિ અપાવી નવજીવન પ્રદાન કરે છે..ત્યારે આજે ડોક્ટર દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે..એવામાં સુરેન્દ્રનગર અને લીંબડી વિસ્તારના દર્દીઓની સ્થિતિ જાણવા અને હોસ્પિટલના સ્ટાફ તેમજ રહિશોના આરોગ્યની જાતતપાસ કરવા માટે ગુજરાત આરોગ્ય વિભાગના અમદાવાદ ઝોન, વિભાગીય નાયબ નિયામક ડૉ.સતીશ મકવાણાએ આજરોજ સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા હતા...ડૉ.સતીશ મકવાણાએ લીંબડી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી..અને કોવિડ-19 આઈસોલેશન વોર્ડ તેમજ કોરન્ટાઈન વોર્ડની મુલાકાત લીધી હતી..કોરોનાની સારવાર માટે ખડેપગે રહેતા હોસ્પિટલના સ્ટાફ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી..કોવિડ-19 મહામારી માટે હોસ્પિટલમાં કેટલો સ્ટાફ ફરજ પર છે અને કુલ સ્ટાફની સંખ્યા તેમજ દર્દીઓને અપાતી સારવાર બાબતે પૃચ્છા કરી હોસ્પિટલની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો..

    ડૉ.સતીશ મકવાણાએ લીંબડીમાં કોરોના પોઝિટીવ આવેલા અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી..લીંબડી શહેરના તળાવ મહોલ્લાને કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરાયો છે..અહી એક સગર્ભા બહેનને કોરોના પોઝિટીવ આવ્યો છે.ત્યારે ડૉ.મકવાણાએ આ વિસ્તારના કેટલાક રહિશો સાથે વાતચીત કરી હતી અને વિસ્તારમાં આરોગ્ય બાબતે થતી કામગીરી તેમજ આરોગ્ય કર્મચારીઓની વિશે પણ રહિશોના મંતવ્યો જાણ્યા હતા..સ્થાનિકોને કોરોનાથી બચવા બિનજરૂરી બહાન ન નીકળવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા અને માસ્ક પહેરવા માટે અનુરોધ કર્યો હતો..આ વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી, 60 વર્ષથી ઉપરના લોકો , નાના બાળકો, સગર્ભા માતાઓની કાળજી યોગ્ય રીતે લેવાય છે કે કેમ? , પલ્સ ઓક્સિજન મીટરથી રહિશોનું ઓક્સિજન લેવલ માપવામાં આવે છે કે કેમ? તે અંગે પણ જાણકારી મેળવી હતી..

    લીંબડી તાલુકાની બ્લોક હેલ્થ ઓફિક ખાતે જિલ્લાના તબીબોની બેઠકનું પણ આયોજન કરાયુ હતુ..જેમાં સુરેન્દ્રનગરના આરોગ્ય અધિકારી, લીંબડી બ્લોકના તાલુકા હેલ્થ ઓફિસર જૈમીન ઠક્કર, લીંબડી બ્લોક સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટ તેમજ અલગ અલગ તાલુકાની હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ હાજર રહ્યા હતા.આ બેઠકમાં ડૉ.મકવાણાએ કોરોના મહામારી પર તબીબો સાથે વાર્તાલાપ કર્યો હતો..અને દર્દીઓને વધુને વધુ સારી આરોગ્ય સેવા મળી રહે તે તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ..

    આજરોજ મમતા દિવસ હોવાના કારણે ડૉ.સતીષ મકવાણા લીંબડી તાલુકાના ઉંટડી ગામની મુલાકાતે પણ પહોંચ્યા હતા.જ્યાં ગામમાં મમતા દિવસની કામગીરીની સમીક્ષા કરી હતી..ગામમાં લાભાર્થી બહેનો અને આશાવર્કરો સાથે આરોગ્ય વિષયક સેવાઓ અને મળતા લાભોની ચર્ચા કરી હતી..રિવર્સ કોરન્ટાઈન પર ખાસ સૂચનો કરવામાં આવ્યા..જેમાં સગર્ભા બહેનો અને નાના બાળકો, 60 વર્ષથી ઉપરના વડીલો માટે કોવિડ-19 માટે કેવી તકેદારી રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ.

    .

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply