Skip to main content
Settings Settings for Dark

પાટણમાં ફેસબુકના માધ્યમથી યોગાભ્યાસને બહોળો પ્રતિસાદ

Live TV

X
  • 1 જૂનથી 30 જૂન સુધી જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો પ્રશિક્ષિત યોગગુરૂઓ સાથે યોગ નિદર્શન કાર્યક્રમમાં જોડાયા

    પાટણમાં સમગ્ર જૂન મહિના દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ યોગ નિદર્શન કાર્યક્રમની પ્રેરણાત્મક પહેલ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ઑફિસર્સ ક્લબના સહયોગથી મા પરિવાર અને આર્ટ ઑફ લિવિંગ સહિતની શહેરની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તા.૦૧ જૂનથી તા.૩૦ જૂન સુધી ‘આપણું પાટણ સ્વસ્થ પાટણ’ ફેસબુક પેજ પરથી સવારે ૬.૩૦ થી ૭.૦૦ વાગ્યા સુધી યોગ નિદર્શન કાર્યક્રમ પ્રસારીત કરવામાં આવ્યો હતો. સતત એક મહિના સુધી પ્રશિક્ષિત યોગગુરૂઓ દ્વારા યોગ નિદર્શન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ અને પોલીસ અધિક્ષક અક્ષય રાજ સહિત જિલ્લા વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે પાટણના પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા. સમગ્ર મહિના દરમ્યાન ૧.૭૫ લાખ કરતાં વધુ લોકોએ ‘આપણું પાટણ સ્વસ્થ પાટણ’ ફેસબુક પેજના માધ્યમથી આ કાર્યક્રમને નિહાળી ઘરે બેઠા યોગાભ્યાસ કર્યો.
    જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, વૈદિક પરંપરાઓને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે ત્યારે ઋષિ પરંપરાને અનુસરીને રાજ્યમાં સૌપ્રથમ પહેલ પાટણ જિલ્લાએ કરી છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી કોરોના વાયરસ સામે લડવા યોગ શ્રેષ્ઠ ઉપાય છે. જેને આ પહેલ દ્વારા ઘર-ઘર સુધી નિઃશુલ્ક પહોંચાડવા બદલ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વહિવટી તંત્રના અધિકારીઓને અભિનંદન આપું છું. ઘરે બેઠા યોગાભ્યાસમાં જોડાયેલા તમામ નાગરિકોના નિરોગી જીવન અને સુખાકારી માટે કામના કરૂં છું.
    મા પરિવાર અને આર્ટ ઑફ લિવિંગ દ્વારા પ્રસ્તુત વિચારને શહેરની રામ રહિમ સેવા ટ્રસ્ટ, એક્ટીવ ગૃપ, રિલાયન્સ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ, પ્રયાસ ફાઉન્ડેશન, રૉટરી ક્લબ અને બાલાજી ગૃપ દ્વારા સહર્ષ સ્વિકારી જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કરવામાં આવેલી પહેલની સફળતાના પગલે ‘આપણું પાટણ સ્વસ્થ પાટણ’ ફેસબુક પેજ પર આગામી સમયમાં પણ પ્રસારણ યથાવત રાખવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply