અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેંક શરૂ
Live TV
-
1200 બેડની કોવિડ હોસ્પિટલને મળી પ્લાઝમા બેંક. અત્યાર સુધીમાં 30થી વધુ પ્લાઝમા ડોનર દ્વારા કરાયુ રક્તદાન.
અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ 1200 બેડની કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌ-પ્રથમ પ્લાઝમા બેંક 24 જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 30થી વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે, જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે.
ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનો-હિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા અદ્યતન મશીન મારફતે કોવિડના સાજા થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરાય છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે I.C.M.R અને N.B.T.C ની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરાય છે.
કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી નિકાળીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે.