Covid-19 ના સંક્રમણથી બચાવશે આ સુરક્ષાત્મક ચશ્માં
Live TV
-
કૉવિડ-19 સામે લડી રહેલા અને સતત ખડેપગે સેવા આપી રહેલા સ્વાસ્થયકર્મીઓને સંક્રમણથી બચાવવા માટે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો (PPE કીટ) ની માંગ વધી રહી છે.
આ દિશામાં પગલું ભરતાં કેન્દ્રીય વૈજ્ઞાનિક ઉપકરણ સંગઠન (સીએસઆઈઓ), ચંદીગઢના શોધકર્તાઓએ એવા સુરક્ષાત્મક ચશ્માં બનાવ્યા છે, જે કોરોનાના સંક્રમણને ફેલાવવામાં કારગર સાબિત થશે.
કોરોનાના સંકટના સમયમાં સતત સેવા આપી રહેલા સ્વાસ્થયકર્મીઓ, પોલીસ કર્મચારીઓ અને સામાન્ય લોકોને આ ચશ્મા સંક્રમણથી બચાવી શકશે. ખુલ્લી આંખો બહારના વાતાવરણના સંપર્કમાં આવતા વાયરસનું જોખમ રહે છે, જેથી આ ચશ્મા પહેરવાથી સીધા સંક્રમણથી બચી શકાશે.