MRM નેશનલ યોગ ગ્રુપ દ્વારા આયોજિત રાષ્ટ્રીય યોગ કાર્યક્રમનું ઐતિહાસિક ઉદ્ઘાટન
Live TV
-
MRM નેશનલ યોગ ગ્રુપ દ્વારા આયોજિત રાષ્ટ્રીય યોગ કાર્યક્રમનું ઐતિહાસિક ઉદ્ઘાટન, કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી બાળકો, યુવાનો, બહેનો અને સિનિયર સિટીઝનો ઓનલાઈન જોડાયા
MRM નેશનલ યોગ ગ્રુપ દ્વારા 8 ઓક્ટોબર 2023 ના રોજ સવારે 7 થી 8 દરમિયાન યોગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. યોગ સાથે વધુ ને વધુ પરિવારો અને સમાજના વધુમાં વધુ લોકોને જોડવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમનનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી બાળકો, યુવાનો, બહેનો અને સિનિયર સિટીઝનોએ ઓનલાઇન જોડાઈને યોગ કર્યા. યોગ કરી રહેલા તમામ લોકોને દિલ્હીના MRM નેશનલ યોગ ગ્રુપના સંરકક્ષ ડૉ. ઈન્દ્રેશ કુમારજી દ્વારા માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે ગુજરાતના આંતરરાષ્ટ્રીય યોગ નિષ્ણાત અને MRM ના રાષ્ટ્રીય યોગ સંયોજક ડો. પ્રો. મહેબૂબ કુરેશીએ યોગ, આસન અને પ્રાણાયામ અને રોગોના ઈલાજ માટે શ્રેષ્ઠ કસરત કરાવી હતી. ત્યારે સહભાગીઓ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે આપણે માત્ર યોગ જાતે જ નહીં કરીએ પરંતુ આપણા પરિવાર અને સમાજના અન્ય લોકોને પણ યોગ સાથે જોડીશું. તથા દર રવિવારે સવારે 7 થી 8 દરમિયાન ઓનલાઈન નેશનલ યોગ ગ્રુપમાં જોડાઈને યોગ કરીશું તેવો સંકલ્પ પણ ઉપસ્થિતો દ્વારા લેવામાં આવ્યો હતો.