Skip to main content
Settings Settings for Dark

SUMMER 2022 : જાણો લૂ લાગવાના લક્ષણો અને બચવાના ઉપાય 

Live TV

X
  • લૂ લાગવી એ એક એવી સ્થિતિ છે, જેમાં શરીર વધારે ગરમ થઇ જાય છે. ગરમીની સૌથી વધારે અસર 40 ડિગ્રીથી વધારે તાપમાનમાં થાય છે. અસહ્ય ગરમીને લીધે તમારા શરીરનું તાપમાન વધે છે જેથી લૂ લાગી જાય છે અને તેના લીધે સારવાર ન મળે તો લૂ તમારા શરીર પર ખૂબ અસર કરે છે જેમકે તમારુ બીપી ઓછુ થઇ જાય, હાર્ટ અટેક આવી જાય કે તમારી કિડની પર અસર કરે આવા બધા રોગો લૂ લાગવાથી થઇ જાય છે, તેથી આ અટકાવવા માટે આપણે તાત્કાલિક સારવાર લેવી ખૂબ જરૂરી છે. 

    લૂ લાગવાના લક્ષણો : 

    1. શરીરનું તાપમાન 104-105 ડિગ્રી ફેરનહીટ થાય એટલે થર્મોમીટરમાં 40 ડિગ્રી પહોંચે ત્યારે તે લૂ લાગવાનો સંકેત છે.

    2. પરિવર્તિત માનસિક સ્થિતિ જેમકે ચિડિયાપણુ, બેચેની, વ્યવહારમાં પરિવર્તન આવવું. 

    3. પરસેવાના રંગમાં બદલાવ, ચામડી સુકી પડી જવી. 

    4. પેટમાં સારુ ન લાગે અથવા ઉલટી જેવુ થાય. 

    5. શ્વાસ લેવાના તકલીફ થાય. 

    લૂ લાગવાના કારણો : 

    1. ગરમ વાતાવરણના સંપર્કમાં આવવું.

    2. ગરમ વાતાવરણમાં વધારે શ્રમ કરવો. 

    3. અતિ વધારે કપડા પહેરવા. 

    4. ડિહાઇડ્રેડ થવુ. 

    લૂ લાગે ત્યારે શું કરશો ? 

    1. ઇમરજન્સીમાં વ્યક્તિને ઠંડક લઇ જવુ. 

    2. ઠંડુ પાણી તેના શરીરમાં નાખવુ.

    3. કપડા ઓછા કરવા. 

    4. પાણી અથવા સરબત પીવડાવવું.

    5. મીઠી વસ્તુ ખવડાવવી જેથી બીપી નોર્મલ થાય.  

    6. ઠંડી વસ્તુઓ જેમકે છાશ, સરબત વગેરેનું સેવન કરવુ. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply