ઉનાળામાં મળતાં વિટામીનોથી ભરપૂર ફાલસાના જાણો ફાયદા
Live TV
-
ઉનાળામાં પાચનતંત્ર સારૂ રાખવા માટે જરૂરી છે કે ખાવા-પીવાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. ત્યારે સિઝનલ ફળો સ્વાસ્થ્યને સારૂ રાખવામાં મદદ કરે છે સાથે જ ગર્મીથી પણ રાહત આપે છે. તપાવી નાખતી ગર્મીમાં ફાલસા ઠંડકનો અનુભવ કરાવે છે. ફાલસા દ્વારા શરીરમાં ઠંડક મળતી હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. ઉનાળામાં મળતું ફાલસા ફળ લાલ-કાળા રંગનું ખાટુ-મીઠુ અને એકદમ નાના આકારનું હોય છે.
ફાલસા ડાયેરિયાની સારવાર માટે પણ ઉપયોગી છે. તેનાથી શરીરને ઠંડક મળે છે અને તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે પેટના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ફાલસાના ફળોનો રસ પીવાથી અસ્થમા, બ્રોન્કાઈટિસ, શરદી અને શ્વાસ સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
ફાલસાના ફળનું દરરોજ સેવન કરવાથી માંસપેશિયો મજબૂત બને છે. ફાલસામાં પોટેશિયમ અને પ્રોટિન હોવાને કારણે નિયમિતપણે સેવન કરવાથી માંસપેશીયોની કાર્યક્ષમતા વધે છે અને મજબૂત બને છે. ફાલસામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાને તે હાડકા માટે હાડકાની મજબૂતાઈ માટે ઉત્તમ ફળ માનવામાં આવે છે.
ઉનાળામાં મળતાં વિટામીનોથી ભરપૂર ફાલસા એન્ટીઑક્સિડન્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્નથી ભરપૂર હોય છે. ફાલસાનુ સેવન કરવાથી ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો જેમાંથી આરામ મળે છે.