દેશમાં 24 કલાકમાં કોરોનાના 2,487 નવા કેસ નોંધાયા, 13 દર્દીના મૃત્યુ
Live TV
-
દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 2,487 નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાથી 13 દર્દીના મૃત્યુ થયા છે. દેશભરમાં 24 કલાકમાં કોરોનાથી 2,878 દર્દી સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધી કુલ 4,25,79,693 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં હાલ કુલ સક્રિય કેસ 17,692 છે.
દેશમાં 24 કલાકમાં રસીના 15,58,119 ડોઝ આપવામાં આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધી રસીના કુલ 1,91,32,94,864 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 4,05,156 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 84.38 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં હાલ કોરોનાનો રિક્વરી રેટ 98.74% છે. કોરોનાનો દૈનિક પોઝિટીવ રેટ 0.61% અને સાપ્તાહિક પોઝિટીવ રેટ 0.62% છે.