દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 2,364 નવા કેસ નોંધાયા, 10 દર્દીના મૃત્યુ થયા
Live TV
-
દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 2,364 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાથી દેશમાં 10 દર્દીના મૃત્યુ થયા છે. 24 કલાકમાં દેશમાં 2,582 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કુલ 4,25,89,841 દર્દી સ્વસ્થ થયા છે. દેશમાં અત્યારે કુલ સક્રિય કેસ 15,419 છે.
દેશભરમાં 24 કલાકમાં રસીના 13,71,603 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી રસીના કુલ 191.79 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 4,77,570 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 84.54 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 98.75% છે. દૈનિક કોરોના રિક્વરી રેટ 0.50% છે અને સાપ્તાહિક કોરોના રિક્વરી રેટ 0.55% છે.