WHOએ ચેતવણી આપી છે કે, હવે વૈશ્વિકસ્તરે ઓરીના કેસમાં વધારો થવાની સંભાવના
Live TV
-
વિશ્વ આરોગ્ય સંગઠન – WHOએ ચેતવણી આપી છે કે, હવે વૈશ્વિકસ્તરે ઓરીના કેસમાં વધારો થવાની સંભાવના છે. કારણ કે કોવિડ મહામારીને કારણે ઓરીના રસીકરણમાં ઘટાડો થયો છે. WHO અને અમેરિકાના CDC કેન્દ્રના સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે, ગયા વર્ષે કોવિડ મહામારીને કારણે 40 કરોડ બાળકોને ઓરીની રસીનો ડોઝ આપી શકાયો નથી, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
WHOએ વધુમાં જણાવ્યું હતું કે, ઓરી સૌથી વધુ ચેપી રોગ છે અને રસકીરણથી તેને અટકાવી શકાય છે. આ રોગચાળાને અટકાવવા માટે આગામી 12-14 મહિના ઘણાં પડકારજનક હશે.