Skip to main content
Settings Settings for Dark

ઐતિહાસિક દાંડીયાત્રાના આજે 88 વર્ષ થયા પૂર્ણ

Live TV

X
  • ગાંધીજીએ અમદાવાદના સાબરમતીથી દાંડીના દરિયાકિનારા સુધી ચળવળ શરૂ કરી દાંડીયાત્રા દ્રારા દુનિયાનો ઇતિહાસ બદલયો હતો.

    ઐતિહાસિક દાંડીયાત્રાને આજે 88 વર્ષ પૂરા થયા છે. જે અંતર્ગત આજે પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1930માં ગાંધીજી દ્વારા અમદાવાદના સાબરમતીથી શરૂ કરી. દાંડીના દરિયાકિનારા સુધી 310 કિલોમીટરની લાંબી યાત્રા યોજી હતી. આ દાંડીયાત્રા બે દુનિયાના ઇતિહાસને બદલી નાંખ્યો હતો. ગાંધીજીએ આ યાત્રા દ્વારા મીઠાની ચળવળ શરૂ કરી હતી. મીઠા ઉપર કર નાખવાના સરકારના વિરોધમાં આ યાત્રા શરૂ કરાઈ હતી. જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતાં. ગાંધીજીના વિચાર સાથે જોડાયેલ કોંગ્રેસ સેવાદળ દ્વારા સાબરમતી આશ્રમથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા યોજી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સેવાદળના કાર્યકરો જોડાયા હતા. સેવાદળના પ્રમુખ મંગળ સુરજકરે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને યાત્રાની શરૂઆત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply