અતિ શક્તિશાળી અને લાંબા સમય સુધી ચાલતું વાવાઝોડું 'ફ્રેડી' દક્ષિણ-મધ્ય મેડાગાસ્કર સાથે ટકરાયું
Live TV
-
ટાપુ દેશ મેડાગાસ્કરમાં ફ્રેડી નામના વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યારે ફ્રેડી વાવાઝોડું દક્ષિણ-મધ્ય મેડાગાસ્કરમાં ટકરાયું છે. મેડાગાસ્કરના અધિકારીઓએ આપેલ અહેવાલ મુજબ ઓછામાં ઓછા 20 લાખ લોકો ફ્રેડીથી અસરગ્રસ્ત થશે અને લગભગ અન્ય 6 લાખ લોકો તોફાનનો સામનો કરશે. આ વાવાઝોડાની ઝડપ ગતિ પ્રતિ કલાક 120 થી 150 કિ.મી સુધીની રહેશે.
આ વાવાઝોડાની ભયાનક અસર જોતાં નાગરિકોની મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ટાપુ પરની શાળાઓ અને વ્યવસાયો બંધ કરવામાં આવ્યા હતા. ફ્રેડી વાવાઝોડાથી મેડાગાસ્કરમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ જોવા મળી છે. અત્યાર સુધી ઓછામાં ઓછા 1 વ્યક્તિનું વાવાઝોડાના કારણે મોત થયાના અહેવાલ મળ્યા છે.