ભારતના UPI અને સિંગાપોરના પે નાઉ વચ્ચેના આર્થિક વ્યવહારો માટેના જોડાણનો આરંભ
Live TV
-
ભારત અને સિંગાપુરે પોતાના નાગરિકો સરળતાથી અને ઝડપથી આર્થિક વ્યવહારો કરે તે માટે સંયુક્ત ડિજીટલ ચૂકવણી પ્રણાલીનો આરંભ કર્યો છે. ભારતના UPI અને સિંગાપોરના પે નાઉ વચ્ચે આર્થિક વ્યવહારો માટે જોડાણ થયું છે. ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ અને સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનન દ્વારા નવી વ્યવસ્થાનો આરંભ કરવામાં આવ્યો છે.
ભારતનું કોઈ દેશ સાથેનું આ પ્રથમ ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, UPI અને PAY NOW લિંકનું લોન્ચ આજે બંને દેશોના નાગરિકો માટે એક એવી ભેટ છે જેની તેઓ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વ્યવસ્થાથી સિંગાપોરમાં રહેતા મૂળ ભારતીયો, ખાસ કરીને સ્થળાંતર કામદારો અને વિદ્યાર્થીઓને સિંગાપોરથી ભારતમાં નાણાંકીય લેવડ દેવડ કરવામાં મદદ કરશે. તો સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિયન લૂંગે જણાવ્યું કે બંને દેશોના લોકોને તાત્કાલિક અને ઓછા ખર્ચે નાણાની લેવડદેવડ કરવામાં મદદ મળશે.