આતંકવાદી ઈમ્તિયાઝ આલમની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી
Live TV
-
કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે જવાબદાર માનવામાં આવે છે
હિઝબુલ મુજાહિદ્દીનના સંસ્થાપક સભ્ય અને ત્રીજા નંબરના કમાન્ડર ઈમ્તિયાઝ આલમ ઉર્ફે બશીર અહેમદ પીર પાકિસ્તાનમાં માર્યો ગયો છે. ઈમ્તિયાઝ આલમની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઈમ્તિયાઝને કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે હંમેશા જવાબદાર માનવામાં આવે છે. ગયા વર્ષે, 4 ઓક્ટોબરે, ભારતે તેને આતંકવાદી જાહેર કર્યો હતો.
ઇમ્તિયાઝ મુળ કાશ્મીરનો હતો
મૂળ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના બાબરપોરા વિસ્તારનો રહેવાસી ઇમ્તિયાઝ આલમ પાકિસ્તાનના રાવલપિંડીમાં રહેતો હતો.