અત્યાર સુધીના સૌથી મોટા વિવાદમાં ઘેરાયા ફેસબુક CEO માર્ક ઝુકરબર્ગ, જાણો શું છે સમગ્ર મામલો
Live TV
-
ઝુકરબર્ગે કહ્યું, આ પ્લેટફોર્મ પર જે થાય છે, તેના માટે હું જ જવાબદાર છું
ડેટા લીક મામલો સામે આવ્યા બાદ ફેસબુક હવે ભારતમાં આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ સુરક્ષા ફિચર્સને વધુ સખત કરવા જઈ રહ્યું છે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે તેના પ્લેટફોર્મ પર આગામી ચૂંટણની વિશ્વસનિયતાને કાયમ રાખવા માટે સુરક્ષા ફિચર્સને વધારવામાં આવશે. આ પહેલા ઝુકરબર્ગે કહ્યું હતું કે યુઝર્સની ડેટા સિક્રેસીને લઈને મારી કંપનીએ ભૂલ કરી છે. કોઈના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ રોકવા માટે પગલા લેવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, 5 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા લીક થયો છે..ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ગુરુવારે કહ્યું કે, યુઝર્સના ડેટા સિક્રેસી વિશે મારી કંપનીની ભૂલ થઈ છે. કોઈના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. અંદાજે 5 કરોડ ફેસબુક યુઝર્સના ડેટા ચોરી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દુરઉપયોગ કરવાના ખુલાસા પછી અમેરિકાના રાજકારણમાં શરૂ થયેલો હોબાળો હવે ભારત સુધી પહોંચ્યો છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ડેટા ચોરીની આરોપી રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિકાની મદદ લઈ રહી છે. ભારતમાં 20 કરોડ ફેસબુક યુઝર્સ છે. ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન સહન કરી લેવામાં નહીં આવે. જરૂર પડશે તો ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની પણ મદદ લેવામાં આવશે.