અમેરિકાએ લાલ સાગરમાં હુતી વિદ્રોહી ઉપર કરી કાર્યવાહી, 10 હુતી નૌસૈનિકોના મોત
Live TV
-
અમેરિકા નૌસેનાએ લાલ સાગરમાં વેપારી જહાજ ઉપર હુતી વિદ્રોહીઓના હુમલાને નિષ્ફળ બનાવતા તેમના ત્રણ જહાજ પાણીમાં ડૂબાડી દીધા.
અમેરિકાએ લાલ સાગરમાં હુતી વિદ્રોહી ઉપર કાર્યવાહી કરી છે. અમેરિકા નૌસેનાએ લાલ સાગરમાં વેપારી જહાજ ઉપર હુતી વિદ્રોહીઓના હુમલાને નિષ્ફળ બનાવતા તેમના ત્રણ જહાજ પાણીમાં ડૂબાડી દીધા. જેમાં 10 આતંકવાદીઓના મોત થયા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે, અમેરિકાને એક શંકાસ્પદ કોલ મળ્યો હતો જેના ઉપર કાર્યવાહી કરતા હુમલાખોરોને ખદેડી દેવામાં આવ્યા. અમેરિકા અધિકારીના જણાવ્યા મુજબ હુતી વિદ્રોહીઓ ઉપર હુમલો કર્યા પછી લાલ સાગરમાં તમામ જહાજોની યાત્રા ઉપર 48 કલાક માટે રોક લગાવવામાં આવી છે. હુતી વિદ્રોહીના પ્રવક્તાએ જણાવ્યું કે, લાલ સાગરમાં અમેરિકાની સેના દ્વારા તેમના જહાજ ઉપર હુમલો કર્યા પછી 10 હુતી નૌસૈનિકોના મૃત્યુ થયા છે અથવા ગૂમ થયા છે.