જાપનમાં ભયાનક ભૂકંપ આંચકા, તીવ્રતા 7.4 માપવામાં આવી
Live TV
-
જાપાનના ઉત્તર મધ્ય વિસ્તારમાં ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા છે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી. ભૂકંપના કારણે દરિયામાં સુનામીની શક્યતા, જાપનના દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવા સૂચના અપાઈ છે. ભૂકંપના કેન્દ્રમાં 300 કિલો મિટરના શેત્રફળમાં ભયાનક સુનામીનું અનુમાન.
જાપનની હવામાન વિજ્ઞાન શાખાના જણાવ્યા અનુસાર નિગાતા, તોયામા અને યામાગાતા વિસ્તારના દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવા સૂચના અપાઈ છે. ઈશિકાવામાં નોટો પેનિનસુલા પાસે દરિયામાં 5 મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
એનએચકેની એક રિપોર્ટ અનુસાર ઈશિકાવાના વાજીમ શહેરના દરિયાઈ વિસ્તારોમાં એક મિટર સુધીના મોજા જોવા મળેલ છે. દરિયા પર વસતા લોકોને સલામતીના ભાગ સવરૂપે ઉંચા સ્થાનો પર રહેવા જવાની સૂચના આપવામાં આવી છે.