નવા વર્ષના પહેલા દિવસે હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાઈલ પર 20 રોકેટ છોડવામાં આવ્યા, કોઈ જાનહાની નહીં
Live TV
-
ગજા પટ્ટીમાં ચાલી રહેલા હમાસ અને ઈઝરાઈલના સંઘર્ષમાં સોમવારે વહેલી સવારે ફિલીસ્તીનના આંતકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાઈલ પર 20 રોકેટ છોડવામાં આવ્યા હતા. આ હુમલામાં હજી સુધી કોઈ પણ જાનહાની થયેલ હોય તેવું જાણવા મળેલ નથી.
ઈઝરાઈલ અને હમાસના સંઘર્ષનો અંત થતો હોય તેવું જોવા નથી મળી રહ્યું, વર્ષના પહેલા દિવસે ફિલીસ્તીનના આંતકવાદી સંગઠન હમાસ દ્વારા 20 રોકેટ તેલઅવીવ શહેર અને તેના બહારી વિસ્તારમાં છોડવામાં આવેલ છે.
સમાચારપત્ર ધ ટાઈમ્સ ઓફ ઈઝરાઈલ અનુસાર હમાસ દ્વાર હુમલાની જવાબદારી લેવામાં આવેલ છે. હમાસ દ્વારા ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યા અનુસાર અલ કસમ જાયોનીના નર સંહારના જવાબમાં તેલઅવીવ શહેર અને તેના બહારી વિસ્તારમાં એમ 90 રોકેટના મદદ થી બમબારી કરવામાં આવી હતી.સંઘર્ષની શરૂઆત ગયા વર્ષે 7 ઓક્ટોબરે કરવામાં આવી હતી
ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાઈલમાં ઘુસીને નરસંહાર કરવામાં આવ્યો હતો અને 200 થી પણ વધારે લોકોને બંધક બનવામાં આવ્યા હતા. આ હુમલા 1200 થી પણ વધારે ઇઝરાયલ નાગરિકોના મોત થયા હતા જેના પ્રતિશોધના ભાગ રૂપે ઈઝરાઇલ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સંઘર્ષનો આજે 87મોં દિવસ છે અને અત્યાર સુધીમાં 21822 ફિલીસ્તીનના લોકોના મોત થયા છે.