અમેરિકાના કેલિફોર્નિયામાં US વાયુસેનાનું યુદ્ધ વિમાન વિમાન ક્રેશ, 8ના મોત
Live TV
-
અમેરિકાના કેલિફોર્નિયામાં US વાયુસેનાનું યુદ્ધ વિમાન B-52 બોમ્બર વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયાં છે. યુએસ સેનાએ કહ્યું કે, રાત્રે દક્ષિણ કેલિફોર્નિયાના મોજાવેમાં US એરફોર્સ બેઝ પરથી ટેક ઓફ થયાના થોડા સમય પછી એક B-52 બોમ્બર ક્રેશ થયું હતું, વિમાન ક્રેશ થયાના અહેવાલ મળ્યા બાદ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું અને આવનારા વિમાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
મૃતકોમાં વાયુસેનાના જવાનો અને વિમાન પરીક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતો સામેલ હતા. હાલમાં દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ નથી. અનુમાન છે કે વિમાનના કંટ્રોલ સિસ્ટમ, એન્જિન અથવા ટેસ્ટિંગ કરવામાં આવી રહેલા કોઈ ઉપકરણમાં ખામી આવી હશે. અધિકારીઓએ એ જણાવ્યું નથી કે શું વિમાનમાં હથિયારો હાજર હતા. દુર્ઘટના બાદ એરફિલ્ડ બંધ કરી દેવામાં આવ્યું છે અને આવનારા વિમાનોને બીજા એરબેઝ તરફ મોકલવામાં આવી રહ્યા છે.
લાંબા અંતરનું બોમ્બર વિમાન એટલે B-52
B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ લાંબા અંતરનું બોમ્બર વિમાન છે, જે 1955થી સેવામાં છે. તે પરંપરાગત અને પરમાણુ બંને પ્રકારના હથિયારો લઈ જવામાં સક્ષમ છે. તેનો ઉપયોગ વિયેતનામથી લઈને ઈરાન સંબંધિત સૈન્ય અભિયાનો સુધીમાં કરવામાં આવ્યો છે. એડવર્ડ્સ એરફોર્સ બેઝ લોસ એન્જલસથી લગભગ 161 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. આ અમેરિકી વાયુસેનાના વિમાન પરીક્ષણ અને વિકાસનું મુખ્ય કેન્દ્ર છે. અહીં નવા વિમાનો, હથિયાર પ્રણાલીઓ, સોફ્ટવેર અને ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવે છે.
