અમેરિકાના નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે આજે મતદાન થશે
Live TV
-
અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 5 નવેમ્બરે એટલે કે આજે મતદાન છે. વિશ્વનો સૌથી જૂનો લોકશાહી દેશ આજે તેના 47માં રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન કરશે. આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી અમેરિકાના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ આમને-સામને છે.
અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે આજે મતદાન થશે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે જોરદાર ટક્કર છે. મતદાન IST સાંજે 5:30 થી 7:30ની વચ્ચે શરૂ થશે અને આવતીકાલે IST સવારે 5:30 થી 9:30 ની વચ્ચે સમાપ્ત થશે. ઘણા મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે.
અમેરિકામાં, પ્રમુખ પરોક્ષ ચૂંટણી પ્રણાલી દ્વારા ચૂંટાય છે, જેને ઈલેક્ટોરલ કોલેજ કહેવામાં આવે છે. પ્રમુખ તરીકે ચૂંટાવા માટે 538 ઈલેક્ટોરલ કોલેજ વોટમાંથી 270 કે તેથી વધુ વોટ જરૂરી છે.
6 જાન્યુઆરીએ સંસદના સંયુક્ત સત્રમાં મતગણતરી થશે. જે ઉમેદવારના મતોની સંખ્યા 270 સુધી પહોંચશે તેને ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રપતિનો ચાર વર્ષનો કાર્યકાળ 20 જાન્યુઆરીથી શરૂ થશે.
