અમેરિકાના મિસિસિપીમાં આવેલા તોફાની વંટોળથી 25 લોકોનાં મોત થયા
Live TV
-
હાલ સમગ્ર વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી શરુ કરાઈ
અમેરિકાના દક્ષિણપૂર્વીય રાજ્ય મિસિસિપીમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા વિનાશકારી અને ભયંકર વાવાઝોડાએ તબાહી મચાવી છે.મિસિસિપી ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર તોફાનની ઝડપ 160 કિમી પ્રતિ કલાકથી વધુ હતી. આ વંટોળથી 25 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે અને ઘણાં ઘરોમાં પણ ભારે નુકસાન થયું છે. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
