ઈઝરાયલના તેલ અવિવમાં નેતન્યાહૂ સરકારનો ભારે વિરોધ થઈ રહ્યો છે
Live TV
-
ઈઝરાયલના તેલ અવિવમાં નેતન્યાહૂ સરકારનો ભારે વિરોધ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂની સરકાર દ્વારા પ્રસ્તાવિત જ્યુડિશિયલ સિસ્ટમમાં સુધારાના વિરોધમાં રવિવારે તેલ અવિવમાં મોટી સંખ્યામાં લોકોએ દેખાવો કર્યા હતા. નેતન્યાહૂ સરકાર સામે છેલ્લા ઘણા સમયથી જનતામાં રોષ છે. તો બીજી તરફ ઈઝરાયલની સરકારના આ કાયદાનો વિરોધ કરનાર સરકારના જ સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટને નેતન્યાહૂએ હટાવી દીધા છે. નેતન્યાહૂની આ કાર્યવાહીનો રાજધાની જેરુસલેમ અને તેલ અવિવમાં જનતા ભારે વિરોધ કરી રહી છે.
