Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન માટે આપેલી સમયમર્યાદા લંબાવી

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન માટે આપેલી સમયમર્યાદા લંબાવી

    અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવતા ફરી એકવાર હુમલાની સમયમર્યાદા (ડેડલાઈન) લંબાવી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈરાન વહેલી તકે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ખુલ્લી નહીં કરે અને સમાધાનનો માર્ગ નહીં અપનાવે, તો તેણે અત્યાર સુધીના સૌથી ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

    સોશિયલ મીડિયા પોસ્ટથી દુનિયાભરમાં ફફડાટ

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની 'ટ્રુથ સોશિયલ' પોસ્ટમાં ઈરાન પર હુમલાના સંકેત આપતા લખ્યું કે, "મંગળવાર રાત્રે આઠ વાગ્યે..." ટ્રમ્પની આ ટૂંકી પણ ગંભીર પોસ્ટને રક્ષણ નિષ્ણાતો ઈરાન પર અમેરિકી સૈન્ય કાર્યવાહીની અંતિમ ડેડલાઈન તરીકે જોઈ રહ્યા છે. અગાઉ તેમણે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને મહત્વના બ્રિજ પર હુમલો કરવાની વાત પણ કરી હતી, જેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની પૂરી શક્યતા છે.

    આ તણાવ વચ્ચે ટ્રમ્પે કર્નલ જેસન ડુલાનીના સફળ બચાવ અભિયાનની વિગતો પણ શેર કરી હતી. તેમણે કર્નલ ડુલાનીને "અત્યંત બહાદુર" અને "મહાન અમેરિકન હીરો" તરીકે સંબોધ્યા હતા. કર્નલના બચાવ બાદ અમેરિકી સેનાનો આત્મવિશ્વાસ વધ્યો છે અને હવે ટ્રમ્પ ઈરાન સામે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં જણાતા નથી.

    શા માટે મહત્વનું છે હોર્મુઝ સ્ટ્રેટ?

    હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે, જ્યાંથી વિશ્વનો લગભગ 20% ક્રૂડ ઓઈલનો પુરવઠો પસાર થાય છે. ઈરાન દ્વારા આ માર્ગ બંધ કરવાની ધમકી અને અમેરિકાના વળતા પ્રહારના સંકેતે વૈશ્વિક અર્થતંત્ર અને તેલના બજારમાં પણ ચિંતા ફેલાવી દીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply