અમેરિકાના વિદેશી મંત્રી એન્ટોની બ્લિંકન ભૂકંપ બાદની રાહત કામગીરીને જોવા માટે તુર્કીયે મુલાકાતે જશે
Live TV
-
તુર્કિયે અને સીરિયામાં આવેલ ભંયકર ભુકંપ પછી આજે અમેરિકાના વિદેશી મંત્રી એન્ટોની બ્લિંકન રાહત કામગીરીને જોવા માટે તુર્કીયે મુલાકાતે જશે. તે પછી તે રાજધાની અંકારામાં તુર્કિયેના વરિષ્ઠ અધિકારીઓ સહિત તુર્કિયેના વિદેશ મંત્રી મેવલુત કાવુસોગ્લુ સાથે અમેરિકાના સમર્થન અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત નાટો સભ્યોની સાથે તેમની ભાગીદારીને વધુ મજબૂત કરવા પણ વાતચીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 6 ફેબ્રુઆરીએ તુર્કીય અને સીરિયામાં આવેલા 7.8ની તીવ્રતાના ભંયકર ભુકંપથી હજારો લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. તાજેતરના અહેવાલ પ્રમાણે બંને દેશમાં મૃત્યુ પામનારની સંખ્યા 46,000ને પાર જતી રહી છે.