કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન ઓસ્ટ્રેલિયાની મુલાકાતે
Live TV
-
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. ગઈકાલે મેલબોર્નમાં, વી. મુરલીધરને ઓસ્ટ્રેલિયા-ભારત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો સાથે બંને દેશો વચ્ચે વેપારની તકોને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા ચેમ્બર બંને દેશો વચ્ચે નૈતિક સંબંધોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે વી. મુરલીધરને મેલબોર્નમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ભારતીય સમુદાયના યોગદાનની સરાહના કરતાં તેમણે કહ્યું કે, તેમનું યોગદાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ સિવાય કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી ઓસ્ટ્રેલિયા બાદ સિંગાપોરની પણ મુલાકાત લેશે.