તામિલનાડુની બે દિવસીય મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મદુરાઈ પહોંચ્યા
Live TV
-
તામિલનાડુની બે દિવસીય મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મદુરાઈ પહોંચ્યા હતા. રાજ્યપાલ દ્વારા મદુરાઈ હવાઈ મથકે રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમતી મુરમૂ પ્રસિદ્ધ અને પ્રાચીન મીનાક્ષી અમ્માન મંદિરની મુલાકાત લીધા બાદ ઈશા યોગ કેન્દ્રમાં મહા શિવરાત્રીની ઉજવણીમાં હાજરી આપવા માટે કોઈમ્બતુર જવા રવાના થયા છે. તેઓ આવતીકાલે નીલગિરિસના વેલિંગ્ટન ખાતેના મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.