તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 45,000ને પાર
Live TV
-
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં અત્યારસુધીમાં 45,000થી વધુ લોકો મૃત્યુ થયા છે, અને તુર્કીમાં લગભગ 264,000 જેટલા એપાર્ટમેન્ટ્સ નાશ પામ્યા છે. હજી પણ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે જેથી હજી પણ આંકડામાં ફેરફાર થઇ શકે છે. ભૂકંપના 11 દિવસ પછી, શુક્રવારે તુર્કીમાં કાટમાળમાંથી ત્રણ બચી ગયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તુર્કીમાં મૃત્યુઆંક 39,672 છે અને સીરિયામાં 5,800થી વધુ મૃત્યુ નોંધાયા છે.
સીરિયાના મધ્ય રણ પ્રાંત હોમ્સમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 53 નાગરિકોના મોત થયા છે. સરકારી માહિતી અનુસાર, હુમલા સમયે પીડિતો રણમાંથી ટ્રફલ્સ લઇ રહ્યા હતા. હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. હોમ્સ પ્રાંત પર સીરિયન સરકાર અને તેના સહયોગીઓનું નિયંત્રણ છે. ISએ અગાઉ આ વિસ્તારમાં મોટા ભાગનો વિસ્તાર કબજે કર્યો હતો. IS હવે સીરિયામાં હુમલાઓથી બચવા માટે સ્લીપર સેલનો ઉપયોગ કરી રહ્યું છે.