અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લીકન તુર્કીયેના અંકારાની મુલાકાતે પહોંચ્યા
Live TV
-
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લીકન આજે તુર્કીયેના અંકારાની મુલાકાતે પહોંચ્યા છે.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લીકન આજે તુર્કીયેના અંકારાની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેઓ તુર્કીયેના વિદેશ મંત્રી હસન સિદાંત સાથે ગાઝા વિવાદ અંગે વાતચીત કરશે. બ્લીંકનની આ મુલાકાતના થોડા કલાકો પહેલાં જ ફિલીસ્તીન સમર્થકની રેલીમાં સામેલ હજારો લોકોએ અમેરિકાના સૈનિકોના આવાસીય પરિસરવાળા હવાઈ મથક પર હુમલાની કોશિશ કરી હતી. જો કે, પોલીસે તરત જ કાર્યવાહી કરી હતી અને પાણીનો મારો ચલાવી સ્થિતીને નિયંત્રણમાં લેવાની કોશિશ કરી હતી. આ પહેલા અમેરિકાના વિદેશ મંત્રીએ ઈરાકની પણ મુલાકાત લીધી હતી.
