Skip to main content
Settings Settings for Dark

અમેરિકા, યુકે અને ઑસ્ટ્રેલિયાનો રશિયા પર ચોંકાવનારો આક્ષેપ

Live TV

X
  • અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયાએ રશિયાની સરકાર પર રાજકીય અને આર્થિક જાસૂસી માટે ઇન્ટરનેટ ઉપકરણને લક્ષ્ય બનાવવાનો આક્ષેપ કર્યો છે.

    અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયાએ રશિયાની સરકાર પર રાજકીય અને આર્થિક જાસૂસી માટે દુષ્ટ ઈરાદાથી વૈશ્વિક ઇન્ટરનેટ ઉપકરણને લક્ષ્ય બનાવવાનો આક્ષેપ કર્યો છે. આ દેશોએ કહ્યું છે કે રશિયાની કાર્યવાહીમાં કથિ રીતે ઇન્ટરનેટ રાઉટર અને અન્ય ઉપકરણમાં માલવૅર રોપવાનો સમાવેશ થાય છે, જેના કારણે તે ભવિષ્યમાં સાઇબર એટેક કરી શકે છે.

    અમેરિકાના ગૃહ ખાતા, એફબીઆઈ અને યુકેના નેશનલ સાઇબર સિક્યૉરિટી સેન્ટરે કહ્યું કે રશિયાનાં મુખ્ય લક્ષ્યોમાં સરકાર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓનો તેમજ મહત્ત્વના આંતરમાળખા પ્રદાતા અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓનો સમાવેશ થાય છે. અમેરિકા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો વચ્ચે સંકલિત પગલાંની શ્રેણીમાં પીડિતોની ઓળખ કરાઈ હતી. ઑસ્ટ્રેલિયાએ પણ રશિયાની ટીકા કરતાં આક્ષેપ કર્યો છે કે રશિયાના પીઠબળવાળા હેકરોએ ગયા વર્ષે સેંકડો ઑસ્ટ્રેલિયાઈ કંપની પર સાઇબર હુમલા કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply