પીએમ મોદીનું સ્વીડનના પ્રધાનમંત્રીએ પ્રૉટૉકૉલ તોડી કર્યું ભવ્ય સ્વાગત
Live TV
-
પીએમ મોદીનું સ્વીડનના વિમાન મથકે સ્વીડનના પ્રધાનમંત્રી પ્રૉટૉકૉલ તોડી સ્વાગત કર્યું.
પાંચ દિવસોની વિદેશ યાત્રા પર રવાના થયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 એપ્રિલની મોડી રાત્રે પહેલા મુકામ સ્વીડન પહોંચ્યા હતા. ત્યાં સ્વીડનના પ્રધાનમંત્રી સ્ટીફન લૉફવેને શ્રી મોદીનું વિમાન મથક પર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી આ યાત્રા પર વેપાર અને મૂડી રોકાણ સહિત અનેક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર ભાર મૂકશે.
પ્રધાનમંત્રી 16 એપ્રિલે મોડી રાત્રે સ્ટૉકહૉમ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. સ્વીડનની યાત્રામાં પ્રધાનમંત્રીનું સ્વાગત ત્યાં રહેતા હિન્દુસ્તાનીઓએ ખૂબ જ ઉત્સાહથી કર્યું હતું. રાત્રે તેઓ જેવા પહોંચ્યા કે તેમને મળવા અને જોવા આતુર સેંકડો ભારતીયો તેમની રાહ જોઈ રહ્યા હતા. વડા પ્રધાને પણ પોતાના ચાહકોને નિરાશ ન કર્યા અને નજીક જઈને હાથ મેળવીને તેમનું અભિવાદન સ્વીકાર્યું.
સ્વીડન પછી નરેન્દ્ર મોદી લંડન જવા રવાના થશે. ઈંગ્લેન્ડની યાત્રા પૂરી થયા બાદ ભારત આવતા પહેલાં તેઓ કેટલોક સમય જર્મનીમાં વિતાવશે.