પાકિસ્તાનના આર્મી ચીફનું નિવેદન, ભારત સાથે વાતચીતથી ઉકેલી શકાય છે વિવાદિત મુદ્દાઓ
Live TV
-
પાકિસ્તાન આ પ્રકારની વાતચીત માટે પ્રતિબદ્ધ છે પરંતુ માત્ર સાર્વભૌમ સમાનતા અને સન્માનનાં આધાર પર
પાક આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનનાં વિવાદિત મુદ્દાઓ જેમાં કાશ્મીર મુદ્દાનો પણ સમાવેશ થાય છે, વાતચીત દ્વારા ઉકેલવામાં આવી શકે છે. પાકિસ્તાન આર્મી ચીફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અલગ અલગ આંતરરાષ્ટ્રી મંચો પર આતંકવાદ અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ઉંધા માથે પટકાયું છે. એવા સમયે બાજવા નાં આ નિવેદનને કાશ્મીર મુદ્દે નરમ પડેલા સુર તરીકે જોવામાં આવી રહ્યું છે. બાજવાએ કહ્યું કે, અમારા ખુબ જ ઇમાનદારીથી માનવું છે કે, કાશ્મીર મુદ્દા સહિત ભારત અને પાકિસ્તાનનાં વિવાદોનું શાંતિપુર્ણ ઉકેલ કાઢવામાં આવી શકે છે. વ્યાપક અને સાર્થક વાતચીત શક્ય છે. તેમણે કહ્યું કે, જો કે આ વાતચીત કોઇ પણ એક પક્ષ માટે નથી, પરંતુ તે સમગ્ર ક્ષેત્રમાં શાંતિની અનિવાર્યતા જરૂરી છે. પાકિસ્તાન આ પ્રકારની વાતચીત માટે પ્રતિબદ્ધ છે પરંતુ માત્ર સાર્વભૌમ સમાનતા અને સન્માનનાં આધાર પર.