સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાનો પ્રસ્તાવ ફગાવાયો
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા સીરિયા પર હવાઈ હુમલાઓને જવાબ આપવા લાવવામાં આવેલા રશિયાના પ્રસ્તાવને સમર્થન ન મળી શક્યુ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા સીરિયા પર હવાઈ હુમલાઓને જવાબ આપવા લાવવામાં આવેલા રશિયાના પ્રસ્તાવને સમર્થન ન મળી શક્યુ..અમેરીકી ઉપરાષ્ટ્રપતિએ આવા વધુ હુમલાઓની ચેતવણી પણ આપી દીધી છે..અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યુ છે કે રાસાયણિક હથિયારોનો ઉપયોગ રોકવા માટે જરુર પડવા પર અમેરિકા ફરીથી હુમલો કરવા માટે તૈયાર છે..સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત નીક્કી હેલીએ કહ્યુ છે કે આ સૈન્ય કાર્યવાહીથી અમેરિકનો સંદેશ સ્પષ્ટ છે કે અમેરિકા અસદ સરકારને રાસાયણિક હુમલાઓનો ઉપયોગ નહી કરવા દે..અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે આવા વધુ હુમલાઓ થવાની ચેતવણી ઉચ્ચારી છે.આ તમામ અહેવાલો વચ્ચે રશિયા, સીરિયા વિરૂદ્ધ અમેરિકા , બ્રિટેન અને ફ્રાંસના મિસાઈલ હુમલાઓને ખાળવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમર્થન મળી શક્યુ નથી