અમેરિકા: સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત અને પાંચ લોકો ઘાયલ
Live TV
-
આ ઘટનામાં ધોરણ 6ના વિદ્યાર્થીનું મોત થયું છે તથા અન્ય 5 લોકો ઘાયલ થયા છે.
અમેરિકાના આયોવામાં પેરીમાં આવેલ હાઈસ્કૂલમાં ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 6ના વિદ્યાર્થીનું મોત થયું છે તથા અન્ય 5 લોકો ઘાયલ થયા છે. વિદ્યાર્થીઓ શિયાળાની રજાઓ પછી શાળાએ આવી રહ્યા હતા. ઘાયલોમાં 4 વિદ્યાર્થી અને એક પ્રશાસક શામેલ છે. પ્રશાસકનું નામ ડૈન માર્બર્ગર તરીકે થઈ છે.
બંદૂકધારીની ઓળખ ડાયલન બટલર તરીકે થઈ છે, જે 17 વિદ્યાર્થી હતો. ગોળીબાર કર્યા પછી આ વિદ્યાર્થીએ ખુદને ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આયોવા પોલીસે જણાવ્યું છે કે, ગુરુવારે પેરી હાઈસ્કૂલાં શૂટર હોવાની જાણકારી મળતા સુરક્ષાબળોએ સ્કૂલની ઈમારતનો ઘેરો કરી લીધો છે.