કતાર કોર્ટે ભારતીય નૌકાદળના અધિકારીઓને જેલની સજા સામે અપીલ કરવા માટે 60 દિવસનો સમય આપ્યો
Live TV
-
અપીલ અદાલતના નિર્ણય સામે કતારની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા 60 દિવસનો સમય આપવામાં આવ્યો.
કતારની જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને અપીલ અદાલતના નિર્ણય સામે કતારની સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, મંત્રાલય આ ભારતીયોના પરિવારો અને કાયદાકીય ટુકડીના સંપર્કમાં છે. કાયદાકીય ટુકડીએ કેસમાં આગળની કાર્યવાહી નક્કી કરવાની છે. ગયા મહિને કતારની અપીલ અદાલતે ભારતીયોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજામાં ફેરફાર કર્યો હતો અને તેમને જુદા જુદા સમયગાળાની જેલની સજા કરી હતી.
ભારત લાલ સમુદ્રમાં ઉભરી રહેલી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ભારતીય નૌકાદળના જહાજોઆ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નેવિગેશનલ સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.