Skip to main content
Settings Settings for Dark

આઇસલેન્ડમાં 14 કલાકમાં 800 ભૂકંપ આવ્યા, સરકારે ઈમરજન્સી જાહેર કરી

Live TV

X
  • દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં અનેક ગંભીર ધરતીકંપો આવ્યા બાદ જ્વાળામુખી ફાટવાના વધતા જોખમને કારણે આઇસલેન્ડે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. સત્તાવાળાઓએ લોકોને દરિયાકાંઠાના ગ્રિંડાવિક શહેર છોડવા કહ્યું છે. આઈસલેન્ડના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લગભગ આઠસો જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આઇસલેન્ડમાં 32 સક્રિય જ્વાળામુખી છે. આ ધરતીકંપો પછી મોટા જ્વાળામુખી ફાટવાનો ભય પણ છે. સરકારે ઈમરજન્સી જાહેર કરી છે.

    જ્વાળામુખીના ખતરા વચ્ચે શનિવારે ગ્રિંડાવિક વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. અહીંના લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા. આઇસલેન્ડમાં યુએસ એમ્બેસીએ જ્વાળામુખીને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

    આઇસલેન્ડિક હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, શુક્રવારે મધ્યરાત્રિથી 2 વાગ્યા (સ્થાનિક સમય) વચ્ચે રેકજેનેસ પેનિનસુલાથી 800 ભૂકંપ નોંધાયા હતા. ગ્રિન્દાવિક ગામ આ સ્થાનથી લગભગ ત્રણ કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply