આજે થશે ખગ્રાસ પૂર્ણચંદ્ર ગ્રહણ
Live TV
-
આજે ખગ્રાસ પૂર્ણચંદ્ર ગ્રહણ થશે. એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાના મોટાભાગના પ્રદેશો, ઉત્તર–પૂર્વ યુરોપ, ઉત્તર એટલાન્ટિક મહાસાગર તથા પ્રશાંત મહાસાગરથી પૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે.
ભારતમાં ગ્રહણ ચંદ્રોદયના સમયે બધા જ સ્થળોથી જોઈ શકાશે. ચંદ્રગ્રહણ ભારતીય સમયાનુસાર બપોરે બે વાગીને 39 મિનિટે શરૂ થશે અને પૂર્ણ ગ્રહણ 3 વાગીને 46 મિનિટ સુધી દેખાશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે જણાવ્યું છે કે, ચંદ્રગ્રહણની શરૂઆત ભારતના કોઈપણ પ્રદેશમાં જોઈ શકાશે નહીં, પરંતુ ચંદ્રોદય સમયે ભારતમાં દેખાશે.
પૂર્ણ ચંદ્રગ્રહણ અને આંશિક ચંદ્રગ્રહણ ભારતના પૂર્વિય પ્રદેશોમાં સાંજે 4 વાગે જોઈ શકાશે. કોલકત્તા, ગુવાહાટીમાં પ્રારંભિક ચંદ્રગ્રહણ જ્યારે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગ્લુરુમાં આંશિક ચંદ્રગ્રહણ દેખાશે જે અંત સુધી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રગ્રહણ પૂર્ણિમાના દિવસે થાય છે, જ્યારે પૃથ્વી સૂરજ અને ચંદ્રમાની વચ્ચે આવી જાય છે, ત્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી લીટીમાં હોય છે.
