વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે
Live TV
-
વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે મોસ્કો પહોંચ્યા છે. આજે તેઓ રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ સાથે બેઠક કરશે. મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષિય અને આંતરરાષ્ટ્રિય મુદ્દાઓ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા થશે. રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, મંત્રી લવરોવ અને ડૉ.એસ.જયશંકર મુખ્ય ક્ષેત્રોમાં સંયુક્ત કાર્યને આગળ વધારવાની રીતો પર ચર્ચા કરશે. આ ચર્ચામાં પરિવહન, ઉર્જા, લોજીસ્ટિક તેમજ માળખાગત સુવિધાઓના વિકાસ અંગેની પરિયોજનાઓની ચર્ચા મુખ્ય રહેશે. પારસ્પરિક સહયોગ સુદ્રઢ બનાવવા ઉપર પણ ભાર મૂકાશે. બંને મંત્રીઓ SCOમાં ભારતના પ્રમુખપદ હેથળ આતંકવાદ સામે લડવાના પ્રયાસો તેમજ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા સ્થાપત્યની રચના, ઈરાની પરમાણુ સમસ્યાની આસપાસની સ્થિતિ, રાજ્યના અનેક ક્ષેત્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
