આજે દુનિયાભરમાં ઉજવાશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
Live TV
-
દર વર્ષે 8 માર્ચના રોજ મહિલાઓને સમાજમાં સમાન અધિકાર આપવા સહિત તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.
મને મારી હિંમતથી મારું ભાગ્ય બદલવા દો, સાંભળો દુનિયા, હા હું સ્ત્રી છું.. આ વાક્ય દરેક સ્ત્રીએ પોતાની લાઈફમાં એક વખત તો ચોક્કસથી બોલી હશે. આજે ભલે સ્ત્રીને પુરુષ સમોવડી માનવામાં આવે છે પરંતુ હજુ પણ સમાન અધિકારના મામલે અને બીજી ઘણી રીતે મહિલાઓ પાછળ જોવા મળે છે. 1975 થી આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાભરની મહિલાઓની અલગ અલગ ક્ષેત્રમાં આપેલા અનુદાન અને મેળવેલી સિદ્ધિઓનું સન્માન કરવામાં આવે છે. દરેક દેશમાં તેને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ એમ્બ્રેસ ઇક્વિટી અથવા #EmbraceEquity છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુથી લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશના તમામ મોટા નેતા અને સેલિબ્રિટીઓએ સૌ મહિલાઓેને સમાજમાં આપેલા તેમના અનુદાન અંગે શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, આપણી નારી શક્તિની સિદ્ધિઓને શ્રદ્ધાંજલિ. અમે ભારતની પ્રગતિમાં મહિલાઓની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર વધુ મહિલા સશક્તિકરણ માટે કામ કરતી રહેશે.
