આજે દુનિયાભરમાં કરવામાં આવશે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી
Live TV
-
દુનિયામાં પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વર્ષ 1950માં કરાઇ હતી. તેની પૂર્વે વર્ષ 1948માં 7મી એપ્રિલે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1948માં 7 એપ્રિલના રોજ સંયુક્ત રાષ્ટ્રના અન્ય સહયોગી અને સંલગ્ન સંગઠન તરીકે વિશ્વના 193 દેશોએ સાથે મળીને સ્વિટ્ઝર્લૅન્ડમાં જીનીવા ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની સ્થાપના કરાઇ હતી. તે જ વર્ષે WHOનું પ્રથમ વિશ્વ આરોગ્ય સંમેલન યોજાયુ હતું. જેમાં દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. WHO નું 75મી વર્ષગાંઠ એ જાહેર આરોગ્યની સફળતાઓ પર પાછા જોવાની તક છે જેણે છેલ્લા સાત દાયકા દરમિયાન જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે. આજના અને આવતીકાલના સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા માટે પ્રેરિત કરવાની પણ આ એક તક છે. આ વર્ષની થીમ છે 'સૌ માટે આરોગ્ય'.
