Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વભરમાં થઇ રહી છે "ગુડ ફ્રાઈડે" ની ઉજવણી

Live TV

X
  • આજે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવી રહ્યો છે. આજનો દિવસ માનવતા પ્રત્યે ભગવાન ઇસુ ખ્રિસ્તના ત્યાગ  અને બલિદાનની યાદ અપાવે છે. આ પ્રસંગે લોકો ઉપવાસ રાખે છે અને ચર્ચમાં જાય છે અને વિશ્વ શાંતિ અને માનવજાતના કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરે છે. ભગવાન ઈશુના બલિદાનને યાદ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે તેમનું જીવન લોકોને પ્રેરણા આપતું રહેશે. એક ટ્વિટમાં, શ્રી મોદીએ કહ્યું કે ભગવાન ઈશુએ પીડા અને વેદનાનો સામનો કર્યો પરંતુ સેવા અનેકરુણાના તેમના આદર્શોને છોડ્યા નહોતા.

    ગુડ ફ્રાઈડેનો ઇતિહાસ:

    ગુડ ફ્રાઈડેને હોલી ડે, બ્લેક ફ્રાઈડે અને ગ્રેટ ફ્રાઈડે તરીકે પણ ઓળખવામાં આવે છે. બાઇબલ અનુસાર, માનવજાતના કલ્યાણ માટે આ દિવસે ખ્રિસ્તીઓના ભગવાન અને પ્રેમ, જ્ઞાન અને અહિંસાના સંદેશા આપનાર ઈસુ ખ્રિસ્તને યહૂદી શાસકો દ્વારા શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને પછી તેમને વધ સ્તંભ પર ચડાવી દેવામાં આવ્યા હતા, તે દિવસે શુક્રવાર હતો. એટલા માટે ખ્રિસ્તી ધર્મના લોકો આ શુક્રવારને 'ગુડ ફ્રાઈડે' તરીકે ઉજવે છે. એવું કહેવાય છે કે જ્યાં ભગવાન ઇસુને ક્રોસ પર ચડાવવામાં આવ્યા હતા તે જગ્યાનું નામ ગલગોથા છે. એવું પણ કહેવાય છે કે સુલી ચઢાવવાના ત્રણ દિવસ પછી ઇસુ ખ્રિસ્ત ફરી જીવંત થયા હતા. અને તે દિવસે રવિવાર હતો. માટે આ દિવસને સમગ્ર વિશ્વમાં ઇસ્ટર સન્ડે તરીકે ઉજવવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply