Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી, જાણો... તેનું મહત્વ

Live TV

X
  • 1950 માં 7 એપ્રિલના રોજ પ્રથમ વખત વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી

    સારા સ્વાસ્થ્યને આપણા જીવન માટે વરદાન માનવામાં આવે છે. મજબૂત શરીર રોગો સામે લડવામાં સક્ષમ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 એપ્રિલના રોજ 'વર્લ્ડ હેલ્થ ડે' મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે WHO સહિત અનેક આરોગ્ય સંસ્થાઓમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    જેમાં સેમિનાર, પ્રવચન અને ચર્ચાઓ દ્વારા લોકોને આરોગ્ય વિશે સમજાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે માહિતગાર કરવાનો છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીનો ઈતિહાસ શું છે. ચાલો જાણીએ તેના ઈતિહાસ વિશે.

    વિશ્વ આરોગ્ય દિવસનો ઇતિહાસ

    WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના 1948 માં થઈ હતી. બે વર્ષ પછી, લોકોને ગંભીર રોગો વિશે જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 1950 માં 7 એપ્રિલના રોજ પ્રથમ વખત વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી દર વર્ષે આ દિવસને આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રોગો અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવવાનો છે. તેની ઉજવણી માટે અલગ-અલગ થીમ પણ બનાવવામાં આવી છે. 

    વર્ષ 2024 ની થીમ

    દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી માટે થીમ પસંદ કરવામાં આવે છે. તેવી જ રીતે, આ વર્ષ 2024 ની થીમ 'માય હેલ્થ, માય રાઇટ્સ' રાખવામાં આવી છે. આ થીમ દ્વારા દરેકને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે સમજાવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જે આરોગ્ય સંબંધિત માહિતી માટે રાખવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply