Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે સમગ્ર દેશ બનશે યોગમય, 21મી જુન વિશ્વ યોગ દિન

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા દેશના ખુણે-ખુણે કાર્યક્રમો યોજાશે.

    આવતીકાલે સમગ્ર દેશ યોગમય બનશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવતીકાલે મનાવવામાં આવશે. માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ યોગની ધુમ મચી છે. આવતીકાલે દેશમાં એક લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન થયુ છે. દિલ્હીમાં રાજપથ પર મેગા કાર્યક્રમ યોજાશે. લંડનથી લઇને મેલબર્ન અને ન્યુયોર્કથી લઇને અકીલા જહોનીસબર્ગ સુધી હજારો યોગ પ્રેમીઓએ યોગ દિવસના પ્રસંગે મેટ બિછાવી યોગની ક્રિયાઓ કરશે અને યોગનો આનંદ મેળવશે. લંડનમાં ભારતીય હાઇકમિશ્નર અને ભારત સરકારના પર્યટન કાર્યાલયે ૧૪ બ્રિટીશ યોગ સંસ્થાનોની સાથે મળીને યોગ દિવસની બીજી વર્ષગાંઠના બે દિવસ પહેલા યોગ કર્યા હતા. ટોવર બ્રીજ નજીક પોર્ટ ફિલ્ડ પાર્કમાં દિવસભર ચાલેલા કાર્યક્રમમાં ૧૦ હજાર લોકોએ યોગ અને ધ્યાનમાં ભાગ લીધો હતો. અત્રે એ નોંધનીય છે કે, ૧૯૦ જેટલા દેશોએ યોગ દિવસને સમર્થન આપ્યુ છે. વિશ્વભરમાં પુર્વાભ્યાસ કરવામાં આવ્યો હતો. મોદી સરકારના પ્રધાનો દેશભરમાં અલગ-અલગ સ્થળોએ જઇને યોગના કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી ચંડીગઢમાં યોગના કાર્યક્રમમાં ભાગ લેશે ત્યાં પીએમ હજારો લોકો સાથે યોગના કાર્યક્રમમાં જોડાશે. ગયા વખતે વડાપ્રધાને દિલ્હીમાં યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ વખતે તેઓ ચંડીગઢમાં યોગ અભ્યાસ કરશે. દિલ્હીમાં રિહર્સલમાં જ ૧ર,૦૦૦ લોકો જોડાયા હતા. બાબા રામદેવ પણ ત્યાં પહોંચ્યા હતા. તે વખતે ગાયક કલાકાર કૈલાસ ખેર, ભાજપના સાંસદ મીનાક્ષી લેખી અને બાબુ સુપ્રિયો પણ જોડાયા હતા. કૈલાસ ખેરે ગીત ગાઇ લોકોનું મનોરંજન કર્યુ હતુ. બાબા રામદેવે કહ્યુ હતુ કે, આજે યોગની યાત્રા શિખર ઉપર પહોંચી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply