ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટને તેમના બાળકોથી અલગ નહીં કરવાના આદેશ પર કર્યા હસ્તાક્ષર
Live TV
-
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ગેરકાયદે ઇમિગ્રન્ટને તેમના બાળકોથી અલગ ના કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ગેરકાયદે ઇમિગ્રન્ટને તેમના બાળકોથી અલગ ના કરવાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. હવે ઇમિગ્રન્ટસ પરિવાર એક સાથે રહેશે. ગેરકાયદે ઇમિગ્રન્ટ પૂરા પરિવારને અટકમાં લેવાશે. પણ બાળકો પર તે અટકાયતના વિપરીત પ્રભાવ પડવાની સંભાવના હોય તો તેમને માતા-પિતાથી અલગ જ રખાશે. આદેશમાં એ વાતે સ્પષ્ટતા નથી કે માતા-પિતાથી બાળકોને કેટલા સમય માટે અલગ રાખવામાં આવશે.