ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યું કે તેઓ સિલિકોન વેલી બેંકના પતન પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે
Live TV
-
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે અમેરિકામાં સિલિકોન વેલી બેન્કના પતનથી તકનીકી જગતમાં ગંભીર સંકટ ઊભું થયું છે. અને ઈઝરાયેલ અમેરિકના ઇતિહાસમાં આ બીજા મોટા બેંક પતન પર નજર રાખી રહ્યું છે.
નેતન્યાહુએ જણાવ્યું હતું કે આ ઘટના બન્યા બાદ ઈઝરાયેલના અગ્રણી તકનીકી વ્યક્તિઓ સાથે સંપર્કમાં છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઇઝરાયેલની અર્થવ્યવસ્થા મજબૂત અને સ્થિર છે. નેતન્યાહુએ સિલિકોન વેલી બેંક સાથે જોડાયેલા ઇઝરાયેલી તકનીકી કંપનીઓને તેમની રોકડની તંગી દૂર કરવા માટે મદદ કરવાની ખાતરી આપી છે.
