Skip to main content
Settings Settings for Dark

નાણાકીય સંકટથી પસાર થતી અમેરિકાની સિલિકોન વેલી બેંકની મુખ્ય ઓફિસ અને તમામ શાખા એક દિવસ માટે ખુલી

Live TV

X
  • અમેરિકાના નાણાં મંત્રીએ સિલિકોન વેલી બેંકને રાહત પેકેજ આપવાનો કર્યો ઈનકાર

    નાણાકીય સંકટ સાથે ઝઝૂમી રહેલ સિલિકોન વેલી બેંકનું મુખ્ય કાર્યાલય અને તમામ શાખાઓ આજે એક દિવસ માટે ખુલી છે. જમાકર્તા પોતાના બેંક ખાતા આજે સવાર બાદ એક્સેસ નહીં કરી શકે. દુનિયાભરના સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ ફંડિંગ માટે સૌથી મોટી બેંક સિલિકોન વેલી બેંક એટલે કે SVBના નાદાર જાહેર થવાની અસર આર્થિક મોરચા પર અનેક રીતે જોવા મળી છે. જેની વચ્ચે અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેને નાદાર સિલિકોન વેલી બેંક માટે સરકારના બેલઆઉટથી ઈન્કાર કર્યો છે. યેલેને કહ્યું કે અમે નથી ઈચ્છતા કે અત્યાર સુધી જે મુશ્કેલી માત્ર એક બેંક સાથે છે તે બીજે સુધી પહોંચે. યેલેને કહ્યું કે એફડીઆઈસી એટલે કે ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન આ સમસ્યાના સમાધાન માટે અનેક પ્રકારના વિકલ્પો ઉપર વિચાર કરી રહ્યા છે. જેમાંથી એક વિકલ્પ આ બેંકનું અધિગ્રહણ કરવું પણ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply