ઇઝરાયેલની સેનાએ છેલ્લા 24 કલાકમાં હમાસની 320થી વધુ જગ્યાએ હુમલો કર્યો
Live TV
-
ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તેણે હમાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે છેલ્લા 24 કલાકમાં ગાઝામાં 320થી વધુને નિશાન બનાવ્યા છે. આમાં ટનલ અને રોકેટ લોન્ચિંગ સાઇટનો સમાવેશ થાય છે. આ દરમિયાન પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આ હુમલાઓમાં 430થી વધુ લોકો માર્યા ગયા છે.
ગઈ કાલે વહેલી સવારે ઇઝરાયેલના વિમાનોએ લેબનોનમાં હિઝબુલ્લાહના બે સ્થાનો પર પણ હુમલો કર્યો હતો. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે આતંકી સંગઠન હિઝબુલ્લા ઈઝરાયેલમાં એન્ટી ટેન્ક મિસાઈલ અને રોકેટ છોડવાની યોજના બનાવી રહ્યું હતું. હમાસે પણ ઈઝરાયેલની સૈન્ય ચોકીઓ પર બે ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે.
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે નાગરિકો ખોરાક, પાણી અને શરણાર્થી શિબિરોના અભાવથી પીડાઈ રહ્યા છે. 14 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. ઘણા લોકો યુનાઈટેડ નેશન્સ ઈમરજન્સી રેફ્યુજી કેમ્પમાં આશરો લઈ રહ્યા છે.
