ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 27મો દિવસ
Live TV
-
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 27મો દિવસ
ઇઝરાયેલે ઉત્તરી ગાઝામાં જબાલિયા શરણાર્થી શિબિર પર હવાઈ હુમલો કર્યો હતો. આ શરણાર્થી કેમ્પ પર થયેલા હવાઈ હુમલામાં 195 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત અને 777 લોકો ઘાયલ થયા છે. ત્યારે ઈઝરાયેલ દ્વારા દાવો કરવામાં આવે છે કે આ હવાઈ હુમલામાં હમાસ કમાન્ડર ઈબ્રાહિમ બિઆરી માર્યો ગયો હતો. જ્યારે સંયુક્ત રાષ્ટ્રે રાહત શિબિર પર થયેલા હવાઈ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી. જ્યારે પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યું કે ઇઝરાયેલે જબાલિયા શરણાર્થી શિબિરને નિશાન બનાવ્યું છે, જેમાં ડઝનેક લોકો માર્યા ગયા અને ઘાયલ થયા છે. હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ઇઝરાયેલના હુમલામાં 8,796 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. પોપ ફ્રાન્સિસે કહ્યું હતું કે વર્તમાન યુદ્ધનો અંત લાવવા માટે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ઉકેલની લાવવાની જરૂર છે અને જેરુસલેમને વિશેષ દરજ્જો આપવાની હાકલ કરી હતી.
જોર્ડને ઈઝરાયેલમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવવાની જાહેરાત કરી. જોર્ડને ઈઝરાયેલના રાજદૂતને ગાઝા પર ઈઝરાયેલના બોમ્બ ધડાકા સામે વિરોધ પ્રદર્શનોથી દૂર રહેવા જણાવ્યું હતું. જોર્ડનના વિદેશ પ્રધાન અયમાન સફાદીએ કહ્યું કે, રાજદૂત તેલ અવીવમાં ત્યારે જ પરત ફરશે જો ઇઝરાયેલ ગાઝામાં તેનું યુદ્ધ બંધ કરે અને સંઘર્ષને કારણે સર્જાયેલી કટોકટીનો અંત આવે. જોર્ડન પણ ઈઝરાયેલ દ્વારા નિર્દોષ લોકોની હત્યાની નિંદા કરે છે. સફાદીએ કહ્યું કે જોર્ડન યુદ્ધ સમાપ્ત કરવા માટે ઇઝરાયેલ પર દબાણ કરવા માટે રાજદ્વારી પ્રયાસો વધારી રહ્યું છે.
